Home ગુજરાત વણાકબોરીની સરકારી ઓરડીમાં સંતાડેલો 2 લાખનો દારૂ ઝડપાયો

વણાકબોરીની સરકારી ઓરડીમાં સંતાડેલો 2 લાખનો દારૂ ઝડપાયો

106
0

બાલાસિનોર તાલુકામાં મહીસાગર નદી પાસે આવેલા વણાકબોરી ગામમાંથી એક સરકારી ઓરડીમાં બૂટલેગરોએ સંતાડી રાખેલો રૂા. 2 લાખનો વિદેશી દારૂ બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યો હતો. જો કે બંને બૂટલેગર પોલીસને જોઇ ભાગી જતાં વોન્ટેડ જાહેર કરાયા છે. મળતી વિગતો અનુસાર બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે વણાકબોરી ગામે રહેતા મુકેશભાઈ ભરતભાઈ પરમાર અને હર્ષદભાઈ અરજનભાઈ પરમાર નાઓએ વણાકબોરી ગામની ડેમ સાઇટ પાસે પીડબલ્યુડીની જૂની સરકારી ઓરડીમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે.

જે બાતમીને આધારે પોલીસ રેડ કરવા જતા બંને આરોપી પોલીસ જોઈ નાસી ભાગી ગયા હતા. જ્યારે સરકારી ઓરડીમાં તપાસ કરતા ઘાસના પુળાની આડમાં સંતાડી રાખેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જેમાં પ્લાસ્ટિક કવાર્ટરિયા નંગ 2064 કિં.રૂ 2,06,400 નો દારૂ ઝડપી પાડી પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ બાલાસિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here