અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ દાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ થયું છે. આ હુમલામાં અતીક અને અશરફનું મોત થઈ ગયું છે. અતીક અહમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો છે. પોલીસની ગાડી પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં અતીક અને અશરફના મોત થઈ ગયા છે. મેડિકલ કોલેજ પાસે અતીક અહમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે. જે સમયે આ હુમલો થયો, તે સમયે બંનેને તપાસ માટે લઈ જવામાં આવતા હતા. બંનેની લાશ મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવી છે. હાલમાં ગોળી ચલાવનારા લોકોની ઓળખાણ થઈ નથી. પણ ઘટનાસ્થળ પર જયશ્રી રામના નારા જરુરથી સંભળાતા હતા. પોલીસ મામલાની તપાસમાં લાગેલી છે. અતીક અને તેના ભાઈ અશરફની હત્યા બાદ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિકની ટીમ પહોંચી ગઈ છે. તો વળી ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નારાજ હોવાનું કહેવાય છે. તેમણે ઓફિસરોને બોલાવીને સમગ્ર જાણકારી માગી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અતીકની સુરક્ષાને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. બે દિવસ પહેલા જ અતીકના દીકરા અસદ અને શૂટર ગુલામનું ઝાંસીમાં એન્કાઉંટર થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, અસદ અને તેની ગેંગ અતીકને છોડાવવાનો પ્લાન બનાવી રહી હતી. પ્રયાગરાજમાં અતીક અહમદ અને અશરફ અહમદની ગોળી મારીને હત્યા થવા પર સપા પ્રમુખ અખિલેશ યાદવે યૂપી સરકારનો ઘેરાવ કર્યો છે. અખિલેશે કહ્યું કે, યૂપીમાં અપરાધ ચરમ પર છે. અપરાધીઓ બેખૌફ થયા છે. સામાન્ય જનતાની સુરક્ષાનું શું, જ્યારે પોલીસ કર્મીના સુરક્ષાઘેરામાં અમુક લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે? તેનાથી જનતામાં ડરનો માહોલ બની રહેશે. એવું લાગે છે કે, અમુક લોકો જાણી જાેઈને આવો માહોલ બનાવી રહ્યા છે.
