પાકિસ્તાનમાં ફરી એકવાર હિંદુ મહિલાઓના અપહરણનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે બે પરિણીત મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. ઝ્રદ્ગદ્ગ ન્યૂઝ૧૮ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ બંને મહિલાઓ કરાચીના પ્રતિષ્ઠિત બિઝનેસમેનના પરિવારની છે. આ બંનેના નામ કોમલ અને સપના જણાવવામાં આવી રહ્યા છે. જે છેલ્લા બે દિવસથી તેમના બાળકો સાથે ગુમ છે. આ બંને મહિલાઓ અને તેમના બે બાળકો, જેમાં એક બે વર્ષની બાળકી અને એક છ વર્ષનો છોકરો છે, ૧૧ એપ્રિલના રોજ કરાચીના ખમીસા વિસ્તારમાં ગાબોલ પોલીસ સ્ટેશન પાસે જાેવા મળ્યા હતા. આ બંને મહિલાઓ પોતાના બાળકો સાથે ખરીદી કરવા બજારમાં ગઈ હતી. તેના પરિવારજનોએ ગાબોલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. ખંડણી માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જાેકે, હજુ સુધી તેને ખંડણી માટે કોઈ ફોન આવ્યો નથી. આ મામલામાં મહિલાના પરિવારજનો ૧૨ એપ્રિલે જ ૈંય્ઁ સિંધ કરાચીના હેડક્વાર્ટરમાં પોલીસ અધિકારીઓને પણ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં સેંકડો હિંદુ છોકરીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવી છે. પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના સભ્યોએ માર્ચના અંતમાં એક રેલી પણ યોજી હતી, અને સગીરોના બળજબરીથી ધર્માંતરણ, અપહરણ અને લગ્નની વધતી જતી ઘટનાઓ સામે વિરોધ કરવા માટે સિંધ એસેમ્બલી બિલ્ડિંગની બહાર એકઠા થયા હતા. સિંધ પ્રાંતમાં ઘણા હિંદુ સમુદાયના નેતાઓ દ્વારા આયોજિત આ રેલી ૩૦ માર્ચે દેશમાં લઘુમતીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ (ઁડ્ઢૈં)ના બેનર હેઠળ યોજાઈ હતી. સંગઠન દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, આ રેલીનું આયોજન સગીર છોકરીઓના અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન અને સિંધ પ્રાંતમાં હિંદુ સમુદાયની જમીન પર બળજબરીપૂર્વક કબજાે કરવાના વિરોધમાં કરવામાં આવી હતી.
Home અન્ય પાકિસ્તાનમાં ફરી હિંદુઓ મુશ્કેલીમાં..!! પાકિસ્તાનમાં ૨ હિંદુ મહિલાઓનું અપહરણ થતા ચકચાર મચ્યો
