Home અન્ય ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત

ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી વડાપ્રધાન નિવાસસ્થાનની મુલાકાત

123
0

74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.31 જાન્યુઆરી , 2023 સુધી ચાલશે.

26 જાન્યુઆરીના રોજ ”કર્તવ્ય પથ” ઉપર રાષ્ટ્રીય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓના નિદર્શન પૂર્વે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની એક શ્રુંખલારૂપે તા.25 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારોએ વડાપ્રધાન ના નિવાસસ્થાને સત્તાવાર મુલાકાત કરી હતી.

અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર તથા અન્ય પદાધિકારીઓએ ગુજરાતના કલાકારો અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા માહિતી નિયામકની કચેરીના અધિકારીઓ દ્વારા પંકજ મોદી અને સંજય કચોટનું મનોબળ વધાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here