Home અન્ય ગુવાહટીમાં બે છોકરીઓએ એકબીજા સાથે સગાઈ કરી લીધી, ટૂંક સમયમાં લગ્ન કરશે

ગુવાહટીમાં બે છોકરીઓએ એકબીજા સાથે સગાઈ કરી લીધી, ટૂંક સમયમાં લગ્ન કરશે

88
0

ભારતમાં ગુવાહટીમાંથી સમલૈંગિક લગ્નના સમાચાર આવી રહ્યા છે. આ બંને યુવતીઓના નામ મનીષા રાભા અને એલિઝા વાહિદ છે. આ બંનેના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ તેમની સગાઈ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. આ બંનેએ સમાજ દ્વારા બનાવેલ રીતિ-રિવાજાેને તોડીને આ પગલું ભર્યું છે. સમલૈંગિક કપલે ૯ મેના રોજ ગુવાહટીમાં પોતાના પરિવાર સાથે ઔપચારિક રીતે સગાઈના બંધને બંધાઈ હતી. વ્યવસાયે બ્યૂટીશિયન મનીષા રાભા થોડા સમયથી એલિઝા વાહિદ સાથે સંબંધમાં હતી. એલિઝા વાહિદ એક નર્સ છે.મનીષાએ કહ્યું કે, તેમના પરિવારે ખાસ કરીને તેમની માતાએ કોઈ પણ શરત વિના તેમનો સાથ આપ્યો, ફણ એલિઝાને તેના પરિવારે સપોર્ટ કર્યો નહીં. એલિઝાનું કહેવું છે કે તેનો પરિવાર હંમેશા તેને સાથ આપે છે, પણ આ મામલામાં તેમણે સાથ આપ્યો નહીં. મારો પરિવાર મારી સાથે નથી, હું ખૂબ દુખી છું, કાણર કે તેઓ મને સમજી શક્યા નથી. એલિઝાએ આવું કહ્યું. તેમની સગાઈી રસમોનો વીડિયો અને પ્રેમમાં ડૂબેલા કપલની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.નેટિઝન્સે ઈન્ટરનેટ પર સરખી સરખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અમુક લોકો બંનેના આ ર્નિણયના વખાણ કરી રહ્યા છે, તો અમુક લોકોએ તેની મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે, હવે તે બંને સુપ્રીમ કોર્ટના ર્નિણયની રાહ જાેશે અને એક બે વર્ષમાં લગ્ન પણ કરી લેશે. તેઓ લગ્ન બાદ હનીમૂન માટે બાલી જવાનો પ્લાન બનાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here