Home ગુજરાત જીલ્લા-મહાનગરના ભાજપ સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરાઈ

જીલ્લા-મહાનગરના ભાજપ સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરાઈ

67
0

ગુજરાત ભાજપ દ્વારા ૬ શહેર અને જિલ્લાના સંગઠન પ્રભારી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જીલ્લા-મહાનગરના ભાજપ સંગઠનના પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આવનારા સમયમાં ૪ જુદા જુદા રાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા નીતિન પટેલને બીજેપીએ નવી જવાબદારી સોંપી છે. નીતિન પટેલની રાષ્ટ્રીય રાજનીતિમાં એંટ્રી થઈ છે. નીતિન પટેલને રાજસ્થાનના ચૂંટણી સહ પ્રભારી બનાવાયા છે. નોંધનીય છે કે, નીતિન પટેલને સંગઠનનો સારો એવો અનુભવ છે. નીતિન પટેલ પર કેંદ્રીય નેતૃત્વએ ફરી એક વખત વિશ્વાસ મુક્યો છે. તો આ પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે. સહપ્રભારી બનતા જ રાજસ્થાનમાં સરકાર બનાવવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તેમણે કહ્યું કેસ નરેન્દ્રભાઈના ચહેરાને આગળ રાખી રાજસ્થાનમાં સરકાર બનશે.પટેલે વધુમાં કહ્યું કે, ભાજપ કરોડો કાર્યકરોનો પક્ષ છે. જ્યારે પણ પ્રજાકીય કામની પક્ષને જરૂર હોય ત્યારે દરેક પોતાની જવાબદારી નિભાવે છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજવવાની છે. પીએમના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ નડ્ડાજીએ મને રાજસ્થાનના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે.  પાડોશી રાજ્ય રાજસ્થાન સાથે ખૂબ સારો નાતો છે. વેપાર પરિવાર સાથે રાજસ્થાન અને ગુજરાત જાેડાયેલ છે. આ ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે,અશોક ગહેલોતને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાયલટ અને ગહેલોત વચ્ચે મતભેદો છે. નીતિન પટેલે એવો પણ મોટો દાવો કર્યો કે, સચિન પાયલટ રાજસ્થાનમાં નવી પાર્ટી બનાવશે અને ચૂંટણી પહેલા સચિન પાયલટ કોંગ્રેસ છોડશે. ગહેલોતની સરકારને ઘેર ભેગી કરવાનો નીતિન પટેલે દાવો કર્યો છે. તો બીજી તરફ મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ ચૂંટણી પ્રભારી બનાવવામાં આવતા  પ્રદેશ પ્રમુખ બનાવવાની અટકળોનો અંત આવ્યો છે.

સંગઠનમાં કોને કોને મળ્યું સ્થાન

નર્મદા જિલ્લાનાં પ્રભારી તરીકે ધર્મેશ પંડ્યાની નિમણુક

પંચમહાલ જિલ્લાના સંગઠન પ્રભારી ભરત ડાંગરને બનાવાયા

મહીસાગર જિલ્લાના પ્રભારી તરીકે ભાજપે કનુભાઈ પટેલની નિમણૂક કરી

અમદાવાદ શહેરના સંગઠન પ્રભારી તરીકે સંજય પટેલની પસંદગી

અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે વંદના મકવાણાને જવાબદારી સોંપાઈ

જૂનાગઢ જિલ્લામાં દિલીપ પટેલની પસંદગી

બોટાદ જિલ્લામાં ભારત આર્યની નિમણુક કરાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here