Home ગુજરાત મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું ઉમળકાભેર સ્વાગત કરાયું

મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું ઉમળકાભેર સ્વાગત કરાયું

62
0

મહેસાણા રેલવે સ્ટેશન ખાતે જાેધપુર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ શારદાબહેન પટેલે જણાવ્યું હતું કે, આધુનિકતા, ગતિ અને સુવિધાના સાથે આ ટ્રેન પ્રવાસ યાત્રિકો માટે રોમાંચક બનાવશે. સાંસદ શારદાબહેન જણાવ્યું હતું કે વંદે ભારત દેશમાં આર્ત્મનિભરનો પર્યાય બની છે. પ્રધાનમંત્રીએ મેક ઇન ઇન્ડિયા, આર્ત્મનિભર બનવા માટે ટ્રેનનું નિર્માણ કરાવ્યું છે. આ ટ્રેન મુસાફરોને નવો અનુભવ પ્રદાન કરાવશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર જણાવ્યું હતં કે અદ્યતન સગવડોથી યુક્ત, આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને અદ્યતન ઝડપ ધરાવતી આ વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન દેશના વિકાસને સૂચિત કરે છે. કેન્દ્રીય રેલવે સમિતિના સભ્ય ગીરીશભાઈ રાજગોરે જણાવ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ નવા ભારતની નવી સફર છે. આ ટ્રેન ૧૬૦ કિમીની સ્પીડ સાથે ટક્કર વિરોધી કવચયુક્ત છે. આ ટ્રેનમાં ૩૬૦ ડિગ્રી ફરવા વાળી બેઠકના કારણે આરામદાયક પ્રવાસ કરી શકો છો. આ ઉપરાંત દિવ્યાંગજનો સહિત સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સાંજે ૧૬ઃ૪૫ કલાકે ઉપડી મહેસાણા ખાતે ૧૭ઃ૩૩ કલાકે પહોચશે અને જાેધપુર ૨૨.૫૫ કલાકે પહોંચશે. તો જાેધપુરથી સવારે ૫ઃ૫૫ કલાકે ઉપડી મહેસાણા ખાતે ૧૦ઃ૪૯ કલાકે પહોચશે. મહેસાણા ખાતે આવેલ વંદે ભારત એક્સપ્રેસનું જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્વાગત કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, રેલવે કર્મીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here