હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજાેય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની ગતિની વાત કરવામાં આવે તો ૧૨૫થી ૧૩૫ની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ૬ કલાકમાં પવનની ગતિ ૩ દ્ભસ્ઁૐની છે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર વાવાઝોડું જખૌ તરફ આગળ વધી રહ્યુ છે. તો વાવાઝોડુ જે સ્થળે ટકરાશે તેના ૧૨ કલાક સુધી તેની અસર ત્યાં રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી હવે માત્ર ૨૮૦ કિમી દૂર છે.તો દ્વારકાના દરિયાકાંઠેથી વાવાઝોડું હવે ૨૯૦ કિમી દૂર છે અને નલિયાથી ૩૦૦ અને પોરબંદરથી ૩૫૦ કિમી દૂર છે.સંભવિત વાવાઝોડાના સંકટ વચ્ચે તંત્રની તૈયારી તેજ થઇ છે. અસગ્રસ્ત ૬ જિલ્લામાં સેટેલાઇટ ફોન એક્ટિવ કરાયા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સેટેલાઇટ ફોનનો ડેમો કર્યો છે. દ્વારકામાં બિપોરજાેયના ખતરાને લઇ રેસ્ક્યૂ ટીમ તૈનાત. દ્ગડ્ઢઇહ્લની બે અને જીડ્ઢઇહ્લની ૧ ટીમ કરાઇ તૈનાત. કોસ્ટગાર્ડની ૨ ટીમ અને આર્મીની એક ટીમ ખડેપગે છે.
Home ગુજરાત બિપરજાેયનું સંકટ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે...
