મહેસાણા જિલ્લામાં આવેલા દાસજ ગામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ગામમાં વોટ્સએપ મારફતે વરલી મટકાનો જુગાર રમતા ચાર જુગારીને ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી આ કેસમાં વધુ તપાસ આદરી છે. મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા તાલુકાના દાસજ ગામે દાસજ ચોકડી પર વિસનગર રોડ પર આવેલ મોમ્બે એ વન બીરિયાની સેન્ટર નજીક ખુલ્લામાં દાસજ ગામનો ઇમરાનખાન અબ્દુલ્લા ખાન પઠાણ વોટ્સએપ મારફતે વરલી મટકાનો જુગાર રમાંડતો હોવાની બાતમી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને મળતા ટીમે સ્થળ પર દરોડો પાડી રોકડ રકમ 12 હજાર 380 , 5 મોબાઈલ કિંમત 44 હજાર, 1 એક્ટિવા કિંમત 50 હજાર મળી કુલ 1 લાખ 6 હજાર 380 નો મુદામાલ જપ્ત કરી ઇમરાન અબ્દુલ્લા ખાન પઠાણ, ઠાકોર ચેતનજી કાંતિજી,ઠાકોર નિકુલ જી પ્રવીણ જી ,રાવળ ભાવેશ કુમાર કરશન ભાઈ,તમામ રહે દાસજ ને ઝડપી ભાગી છૂટેલા કનુજી ગોવિંદજી ઠાકોર સહિત 11 ને ઝડપવા તજવીજ આદરી છે.
