Home ગુજરાત રાજસ્થાનથી બોટાદ આવતી ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, બરવાળા પોલીસે 45...

રાજસ્થાનથી બોટાદ આવતી ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, બરવાળા પોલીસે 45 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપ્યો,

78
0

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં દારૂની રેલમછેલ થાય તે પહેલાં બરવાળા પોલીસે ઝડપી પાડ્યો. દારૂ ભરેલી ટ્રક રાજસ્થાનથી બોટાદ પહોંચે એ પહેલા એક વ્યક્તિ સાથે ટ્રક અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. બરવાળાના તુલસી હોટેલ નજીક વિદેશી દારૂથી ભરેલી રાજસ્થાન પાર્સિંગની ટ્રક 1 આરોપી સાથે ઝડપી પાડી હતી.

પોલીસ દ્વારા ટ્રકમાં તપાસ કરતા બ્લેન્ડર વિસ્કી, રોયલ ચેલેન્જ વિસ્કિ, કલેક્શન વિસ્કી સહિતનો કુલ 35 લાખની કિંમતનો 6,660 વિદેશી બોટલ સાથે દારૂ બરવાળા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

તેમજ 1 ટ્રક મળી કુલ 45 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની અટકાયત કરી બરવાળા પોલીસ દ્વારા કાયદાકીય કામગીરી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here