આગામી લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં હવે બેઠકોનો દોર શરુ થયો છે. ગુજરાતમાં હવે દેશના રાષ્ટ્રીય નેતાઓ આવન જાવન કરશે અને ચૂંટણીને લઈ બેઠકો અને પ્રવાસ યોજશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સરસંઘસંચાલક 10 દિવસના ગુજરાત પ્રવાસે રવિવારથી આવી રહ્યા છે. તેઓ આ દશ દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પોતાનો પ્રવાસ ખેડશે અને મહત્વની બેઠકો યોજશે. RSS દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની બેઠકોનો દોર શરુ કર્યો છે. મોહન ભાગવત 10 દિવસ ગુજરાતમાં રોકાણ કરનાર છે. આ દરમિયાન સોમવારે મોહન ભાગવત અમદાવાદમાં શારદાપીઠના જગદગુરુ સદાનંદ સરસ્વતીની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 8મી સુધી કચ્છનો પ્રવાસ કરશે. જ્યાં ભૂજમાં અખીલ ભારતીય કાર્યકારીણી બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં 45 થી વધુ પ્રાંતના નિર્દેશક અને પ્રચારકોને તેઓ સંબોધન કરશે.
