અરવલ્લી જિલ્લામાં અજાણ્યા મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે શામળાજી પાસે આવેલા દહેગામડાં ગામ નજીક આવેલા જગાબોર ગામ પાસેથી પસાર થતી અમદાવાદ ઉદેપુર રેલ્વે ટ્રેક પાસેથી એક અજાણ્યા યુવકનો કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. શામળાજી પાસે આવેલા દહેગામડાંના જાગબોર ગામે અમદાવાદ ઉદયપુર રેલવે પસાર થાય છે.
આ રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકનો કચડાયેલ હલાતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગામના એક નાગરિકની નજર પડતા ગામમાં જઈને ખબર કરી હતી. જેને લઈ ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને શામળાજી પોલીસને જાણ કરાઈ હતી. શામળાજી પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહ અંગે તપાસ કરી અજાણ્યા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ યુવક કોણ છે અને આ ઘટના કઈ રીતે બની સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
