Home રમત-ગમત સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન

સુનીલ ગાવસ્કરે પોતાની બેટિંગથી કર્યા હેરાન

119
0

સુનીલ ગાવસ્કર તેમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ફકત ભારત જ નહીં વિશ્વભરના ક્રિકેટ ફેન્સના ફેવરિટ ખેલાડીમાંથી એક હતા. સુનીલ ગાવસ્કરે ટેસ્ટ કેરિયરમાં ૧૦,૧૨૨ રન કર્યા હતા જેમાં ૩૫૪ સદી સામેલ હતી. તેનો બેસ્ટ ટેસ્ટ સ્કોર ૨૩૬ નોટ આઉટ છે. સુનીલ ગાવસ્કરનો જન્મ ૧૦ જુલાઇ ૧૯૪૯ ના રોજ મુંબઇમાં થયો હતો, અને તે આજે ૭૪ વર્ષના થઇ ગયા છે. ભારતના આ દિગ્ગજ ક્રિકેટ ખેલાડીએ ૧૯૭૧ થી ૧૯૮૭ ની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દમ બતાવ્યો હતો. તેની રમત જાેઇને એક ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનના ઇમરાન ખાન પોતાના જ ખેલાડી રમીઝ રાજાને સ્લેજ કરવા લાગ્યો હતો. ૧૯૮૭ માં પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસ પર આવી હતી અને એક મેચ દરમિયાન રમીઝ રાજા સુનીલ ગાવસ્કર માટે શોર્ટ લેગ પર ઊભો હતો. ઇમરાન ખાન બોલિંગ કરી રહ્યો હતો. ભારતનો દિગ્ગજ બેટ્‌સમેન ઓફ સાઇડની બોલને છોડી રહ્યો હતો. જ્યારે પણ ઇમરાન ખાન સ્ટમ્પ તરફ બોલિંગ કરતો હતો ત્યારે સુનીલ ગાવસ્કર લેગ સાઇડમાં શોર્ટ લેગ તરફ ફોર માટે ફટકારી દેતો હતો. રમીઝ રાજા ત્યારે શોર્ટ લેગ પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. ઇમરાન ખાન સુનીલ ગાવસ્કરને આઉટ કરવામાં અસફળ જઇ રહ્યો હતો અને તેથી ગુસ્સામાં તે રમીઝ રાજાને અપશબ્દ બોલવા લાગ્યો હતો. તેણ રમીઝ રાજાને સુનીલ પાસેથી ઓપનિંગ બેટીંગ કેવી રીતે કરાઇ તે શીખવા કહ્યું હતું. રમીઝ રાજાએ થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે ઇમરાન ગાવસ્કરને આઉટ કરવાની જગ્યાએ તેને અપશબ્દ કહી રહ્યો હતો. રમીઝ રાજા પ્રમાણે સુનીલ ગાવસ્કરે દુનિયાના બેસ્ટ બોલિંગ એટેકની ધાર ઓછી કરી દીધી હતી. ભારતની ટીમે આ શ્રેણી ૦-૧ થી ગુમાવી દીધી હતી. શરૂઆતની ૪ મેચ ડ્રો રહી હતી, પણ બેંગ્લુરૂમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં પાકિસ્તાને ૧૬ રનથી જીત મેળવી ને શ્રેણી પર કબ્જાે મેળવ્યો હતો. બેંગ્લુરૂ ટેસ્ટ સુનીલ ગાવસ્કરના કેરિયરની અંતિમ ટેસ્ટ હતી. સુનીલ અંતિમ ટેસ્ટમાં માત્ર ૪ રનથી સદી ચૂકી ગયો હતો. ગાવસ્કર પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો તો ઇમરાન ખાન પ્લેયર ઓફ ધ સીરીઝ રહ્યો હતો. ગાવસ્કરે ભારત માટે ૧૨૫ ટેસ્ટ અને ૧૦૮ વનડે મેચ રમી છે. વનડેમાં તેણે ૩૦૯૨ રન બનાવ્યા છે. વનડેમાં સુનીલે એક સદી અને ૨૭ અર્ધી સદી ફટકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here